Monday, 16 May 2011

Health Tips in Gujrati

   

            બાળકોને ઊલટી શા માટે થાય છે ?




ઋતુઓમાં પરિવર્તન આવતાંની સાથે જ માતાએ બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને ચિંતિત બની જવું પડતું હોય છે. કેટલીક વાર નાની અમથી લાગતી સમસ્યા પણ ગંભીર કારણોમાં ફેરવાઈ જતી હોય છે જે જિંદગીનું જોખમ ઊભી કરનારી પણ સાબિત થતી હોય છે. ઋતુમાં ફેરફાર થાય અને ખાસ કરીને ગરમી પડવાની શરૃઆત થાય એટલે બાળકોમાં વોમિટિંગનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ઊલટી થવા પાછળ ઘણાં કારણો હોય છે. કેટલીક વાર તે સામાન્ય હોય છે તો કેટલીક વાર ગંભીર. પરંતુ બંને સંજોગોમાં આ લક્ષણ પ્રત્યે સહેજપણ બેદરકારી દાખવવી પરવડે તેમ નથી. બાળકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું એ તો અતિ ગંભીર બાબત બની શકે છે.
આપણાં પાચનમાર્ગમાં કુદરતે એવી રચના કરેલી છે કે ખોરાક અન્નનળીમાં થઈને જઠરમાં પ્રવેશે છે. ત્યાંથી આંતરડાંમાં પાચન પામી મળરૃપે બહાર નીકળી જાય છે. આમ ખોરાક એક જ તરફ આગળથી પાછળ ગતિ કરે છેપરંતુ ઊલટીની સમસ્યામાં ખોરાક આગળ વધવાને બદલે જોશપૂર્વક પાછો પડે છે અને બહાર ફેંકાય છે.
ઊલટીની પ્રક્રિયા અને કારણ
ઊલટી એક રક્ષણાત્મક પરાવર્તી પ્રક્રિયા છે. જેના દ્વારા પેટની અંદરનું દબાણ દૂર થઈ રાહત થાય છે. શરીરની અંદર પ્રવેશેલો ઝેરી કે બગડેલો ખોરાક બહાર ફેંકાઈ જાય છે. તેનું સંચાલન મગજની અંદર રહેલાં લંબમજ્જામાં આવેલાં ઊલટીનાં કેન્દ્રો દ્વારા થાય છે. આ કેન્દ્ર કોઈ કારણસર ઉત્તેજિત થાય તો પણ ઊલટી થવા લાગે છે. ઊલટી થવાની હોય ત્યારે તેની એક વિશેષ પ્રક્રિયા શરૃ થાય છે.
શરૃઆતમાં ચક્કર આવી ઊબકા આવે છે. મોટેરાંઓને ખબર પડી જતી હોય છે કે ઊલટી થશે પરંતુ નાનાં બાળકોને તેનો ખ્યાલ નથી આવતો. જોકે બાળકોમાં પરસેવો થવોફિક્કા પડી જવું,વધુપડતું તોફાની કે વ્યગ્ર બની જવું વગેરે ચિહ્નો જોવા મળે છે.
મગજનાં કેન્દ્રોના આદેશ મુજબ ઊલટીની શરૃઆતમાં જઠર અને પકવાશયની વચ્ચે આવેલા વાલ્વ બંધ થાય છે. જઠર અને અન્નનળીના પડદા ઢીલા થાય છે. ગળામાં ઉપરથી નાકની તરફ જતો રસ્તો બંધ થઈ જાય છે. તેમજ શ્વાસનળી અને અન્નનળીની વચ્ચેનો પડદો બંધ થઈ જાય છે. બહુ જ નાનાં બાળકોમાં ગળાની અને નાકની વચ્ચે આવેલો પડદો બરાબર બંધ ના થતો હોવાથી ખોરાક મોં અને નાકમાંથી બહાર આવે છે. નાનાં બાળકોમાં અન્નનળી અને શ્વાસનળીની વચ્ચેનો પડદો બરાબર વિકસિત ન હોવાથી પૂરેપૂરો બંધ ના થતો હોય ત્યારે ખોરાક શ્વાસનળીમાં ઊતરી જાય છે. આવા સમયે શ્વાસનળીના માર્ગમાં અવરોધ આવવાને કારણે બાળકનો શ્વાસ રૃંધાય છે. પછી પ્રવાહી ફેફસાંમાં ઊતરી જતાં ત્યાં સોજો આવી ન્યુમોનિયા થતો જણાય છે. આમ નાનાં બાળકોમાં ઊલટી પણ જીવલેણ નીવડી શકે છે.
જ્યારે ઊલટી થાય છે ત્યારે અંદરથી બધું જ બહાર ફેંકાય છે. પેટના સ્નાયુઓનું દબાણ વધતાં જઠર અને અન્નનળીમાં વિપરીત પ્રક્રિયા થાય છે અને ખોરાક બહાર ફેંકાય છે. પછીથી બાળકને શાંતિ વર્તાય છે. આમ ઊલટી એક અનિંયંત્રિત પરાવર્તી પ્રક્રિયા છે. તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી તેના તરફ બેદરકારી સેવી શકાય નહિ.
ઊલટી થવાનાં કારણો
પાચનમાર્ગમાં અવરોધ આવવાને લીધેજન્મજાત ખામીઓ જેવી કે અન્નનળી અને શ્વાસનળીનું જોડાણપક્વાશયના વાલ્વનું સાંકડું હોવુંઆંતરડાંના માર્ગમાં કોઈ અવરોધ ઊભો થવો,શરીરનાં અન્ય અંગોમાં થતાં સંવેદનો કે સમસ્યાને કારણે રિએક્શન તરીકે ઊલટી થવી જેવાં સાંકેતિક ચિહ્નના સ્વરૃપમાં તે થતી હોય છે. બાળકને ખાંસી રહેતી હોય તો ઊલટી થવા પાછળ તે મહત્ત્વનું પરિબળ સાબિત થાય છે.
તકેદારી
જો બાળકને વારંવાર ઊલટીની સમસ્યા સતાવતી હોય તો તબીબની સલાહ અનુસાર સારવાર લેવી જોઈએ. બાળકના આહાર અને  તેની પાચન પ્રક્રિયાની ગંભીરતાપૂર્વક નોંધ
લેવી જોઈએ.

No comments:

Post a Comment