Monday, 16 May 2011

પ્રેમિકા આ 10 વાતોથી પજવી શકે છે તમને



                    પ્રેમિકા આ ૧૦ વાતો થી પજવી શકે છે તમને 









સામાન્ય રીતે દુનિયાના બધી જ સ્ત્રીઓની માનસિકતા એકસમાન હોય છે. તેઓ જાણે અજાણે પોતાના પ્રેમી કે પતિ સાથે એવો વ્યવહાર કરતી હોય છે જે તમને હેરાન કરી મૂકે છે.

1. ઈમોશનલ બ્લેકમેઈલ: આ સૌથી ખરાબ રીત પતિ કે પ્રેમીને પરેશાન કરવાની. પુરુષોને સ્વભાવગત જ કોઈ પણ ઈમોશનલ વાતોમાં સંકળાવું પસંદ નથી હોતુ અને સ્ત્રીઓ આ વાતને સારી રીતે જાણે છે. માટે તેઓ તેમની વાત મનાવવા માટે ઈમોશનલ બ્લેકમેઈલ કરે છે.

2. રડીને રાજ કરે છે: સ્ત્રીના ખતરનાક હથિયાર તરીકે ઓળખાય તેના આંસુ. કોઈ પણ સ્ત્રીના આંસુ જોઈને કોઈપણ કઠણ હૃદયનો પુરુષ પળવારમાં પીગળી જાય છે અને સ્ત્રીઓ આ વાત જાણે છે.

3. વાતચીત બંધ કરી દે છે: જ્યારે પ્રેમિકા કે પત્નીને ગુસ્સો આવે છે ત્યારે ઘણીવાર તેઓ વાતચીત કરવાનું જ બંધ કરી દે છે. તમારો એક પણ ફોન નહીં ઉપાડે, મેસેજનો પણ જવાબ નહીં આપે અને જ્યારે તમે વાત કરવાનો પ્રયત્ન કરશો ત્યારે કોઈપણ આડો અવળો જવાબ આપીને અથવા તો કંઈ પણ નહીં બોલીને તમને ખરેખર હેરાનગતિમાં મૂકી શકે છે.

4. તમારા પૈસે મજા માણે છે: ઘણીવાર એવું બન્યુ હશે કે તમે કોઈ સારી યુવતીને જોઈને તેને પટાવવાં માટે તેની પાછળ પૈસા ખર્ચ્યા હશે. તેને ગિફ્ટ આપી હશે, તેના ફોનનું રિચાર્જ કરાવ્યું હશે, તેને પાર્ટીમાં ડ્રિન્ક લઈ આપ્યુ હશે. અંતે તે તમને ના કહીને જતી રહેશે.

5. નો સેક્સ: ઘણીવાર પત્ની કે પ્રેમિકા કોઈ વાતનો બદલો લેવા માટે અથવા તો તમને તમારી કોઈ ભૂલનો અહેસાસ કરાવવા માટે દિવસો સુધી સેક્સ માણવાની ના પાડશે. ઘણીવાર તો કોઈ વાત મનાવવા માટે પણ તેઓ આ યુક્તિ અપનાવતી હોય છે.

6. તમને તો જાણે પોતાનો ડ્રાઈવર સમજે છે: જો તેમને કોઈ કામ માટે બહાર જવાનું હોય પણ તેમની પાસે કોઈ વાહન નથી. આવા સમયે રિક્ષા કે બસમાં જવાની જગ્યાએ તેઓ તમને ફોન કરીને કહેશે કે તમે તેને એના ઘરેથી લઈને તેના કામના સ્થળે મૂકી જાઓ. આવું તો ઘણીવાર બનતું હશે. તમે તો જાણે તેમની ફ્રી પિક-અપ અને ડ્રોપ સર્વિસના ડ્રાઈવર હોવ.

7. તમને બોડીગાર્ડ બનાવી દે છે: ભલે કોઈ યુવતી તમને પસંદ ન કરતી હોય પણ અનિચ્છિત પુરુષોથી સુરક્ષા મેળવવા માટે તે તમારી જ મદદ લેતી હોય છે. પોતાને પસંદ કરતા પુરુષોને જરૂર પડ્યે સ્ત્રીઓ પોતાના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ તરીકે વાપરે છે.

8. તમારા પૈસે જ ડિનર ડેટ પર જશે: તમે ડિનર ડેટ માટે સામેથી પૂછીને ભૂલ કરી હોય તેમ તેને તેના ઘરેથી લેવા જવાની, ડિનર પ્લાન કરવાની, તેના માટે ગિફ્ટ લાવવાની, તેને પાછી ઘરે મૂકી જવાની બધી જ જવાબદારી તમારી જ બની જાય છે. આવું એક બે વાર નહીં પણ મોટાભાગે દરેક ડેટ પર થતું હોય છે. સાચું કહ્યું કે નહીં?

9. તમારી મમ્મીની ટિકા-ટિપ્પણી તો ખુલ્લા મોંએ કરશે: જો તે તમારી બેસ્ટ ફ્રેન્ડ હોત તો ચોક્કસ જ તમારી મમ્મીને એટલું જ માન આપેત જેટલું તમે આપો છો. પણ જેમ કે તે તમારી પ્રેમિકા છે એટલે જાણે કે તેને બધા જ હક મળી જાય છે તમારી મમ્મીની ટિકા કરવાની. 

10. તમારી ફિમેલ ફ્રેન્ડ્સને તમારાથી દૂર રાખશે: જો તમારા મિત્રોમાં યુવતીઓનો પણ સમાવેશ થતો હોય અને હવે તમે કોઈ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યા છો તો તમારી સ્ત્રી મિત્રોને આવજો કહી દો. તમે ભલે તમારી એ ફિમેલ ફ્રેન્ડમે માત્ર કોફી પીવા માટે મળ્યા હશો, પણ તે ફ્રેન્ડ તમારી પ્રેમિકા માટે મોટો ખતરો બની જતી હોય છે જેને ટાળવા માટે તે કંઈ પણ કરી શકે છે.

No comments:

Post a Comment