કોણ કહે છે કે સ્ત્રીઓ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે જૂઠ્ઠું નથી બોલતી! તેઓ પણ પુરુષો જેટલા જ જૂઠ્ઠુ બોલે છે. માટે જો તમને લાગતું હોય કે તમારી ક્યુટ, પ્રેમાળ,નિર્દોષ ગર્લફ્રેન્ડ ક્યારેય તમારી સામે ખોટુ નથી બોલતી તો ફરી વાર વિચારો. કારણ કે એવી અમુક પરિસ્થિતિઓ છે જે સમયે સ્ત્રીઓ ખોટું બોલવું યોગ્ય સમજે છે. ક્યારેક તેમની લાગણીઓ છૂપાવવા માટે તો ક્યારેક તમારા અંહકારને ઠેસ ન પહોંચાડવા માટે. અહીં વાંચો એવી 4 વાતો વિશે જે તમારી પ્રેમિકા ખોટું જ બોલે છે.
• ના હું ગુસ્સે નથી: આ સંવાદ જો તમારી પ્રેમિકા પાસેથી સાંભળવા મળે તો તેનો ચોખ્ખો સંકેત થાય છે કે મારાથી બચીને રહેજે હવે. જ્યારે તમારી પ્રેમિકા આ શબ્દો બોલે છે ત્યારે તે સાચું બોલતી હોય છે કારણ કે તે તમારા પર ગુસ્સે નહીં પણ પાગલ થઈ ગઈ છે અને અત્યારે તેના મગજનો પારો આસમાને પહોંચેલો છે. સ્ત્રીઓ આ ઝઘડાં અને દલિલ ટાળવા માટે આ શબ્દો બોલે છે.
શું કરશો? હવે જેમ કે તમને ખબર છે કે તમારી પ્રેમિકા તમારા પર ખરેખર ગુસ્સે છે ત્યારે જો જરૂર હોય તો તેની માફી માંગી લો, થોડી વિગતવાર વાત પણ કરો, પરિસ્થિતી સમજાવવાનો થોડો પ્રયાસ કરો. પછી ભલે તે તેના વિશે પૂછે કે ના પૂછે.
• મને કેટલાય સમયથી આ ગિફ્ટ જોઈતી હતી! જ્યારે તમે આપેલી કોઈ ગિફ્ટ જોઈને તમારી પ્રેમિકા આ શબ્દો બોલે તો સમજી જાવ કે આ તદ્દન જૂઠ્ઠાણું છે. પ્રેમિકા આ વાત માત્ર તમારી લાગણીઓ ન દુભાવવા માટે કહી રહી છે. તમે તેના માટે ગિફ્ટ લાવવાના આટલા પ્રયત્નો કર્યા તેની પ્રશંસા કરવા માટે જ તે આ વાક્ય બોલતી હોય છે.
શું કરશો? ફરીવાર જ્યારે તમે આ પ્રકારનું જૂઠ્ઠાણું સાંભળો ત્યારે ખોટું લગાડવાની કે દુખ લગાડવાની જરૂર નથી. ઉલ્ટાનું તમારે તમારી પ્રેમિકાને વધારે પ્રેમ કરવો જોઈએ કારણ કે તે તમારી આટલી કાળજી રાખે છે અને તમને આટલો પ્રેમ પણ કરે છે.
• મને કંઈ જ નથી થયું, હું ઠીક છું: આ તો મોટાભાગની બધી જ પ્રેમિકાઓ બોલતી હોય તેવું જૂઠ્ઠાણું છે. જો તમારી પ્રેમિકા ક્યારેય આવું બોલે તો સમજી જવું કે ખરેખર તેની સાથે કંઈક ખોટું છે. તે માત્ર તમને હેરાન ન કરવા માટે થઈને પોતાની સમસ્યા તમારાથી છૂપાવી રહી છે.
શું કરશો? જ્યારે તમારી પ્રેમિકા આવી વાત કરે ત્યારે તેમને તમારા તરફથી વધુ પ્રેમ અને કાળજીની જરૂર હોય છે. ભલે તેઓ કહે કે કંઈ જ પરેશાની નથી પણ તેઓને માત્ર એવી વ્યક્તિની જરૂર હોય છે જે તેમને પોતાની પરેશાની કહેવા માટે દબાણ કરે. કારણ કે હકીકતમાં તો તેઓ પોતાની સમસ્યા કોઈને કહેવા જ માંગતી હોય છે.
• આપણે છૂટા પડી જવુ જોઈએ: કોઈ લાંબા ઝઘડાં પછી સ્ત્રીઓ સામાન્ય રીતે કોઈને કોઈ નિવેદન કરતી હોય છે જે માત્ર કહેવા ખાતર જ કહેતી હોય છે. આ કારણે મોટાભાગના પ્રેમીઓ ડરી જતા હોય છે અને તેમની ભૂલનો અહેસાસ થઈ જતો હોય છે. આ કારણે તેઓને પ્રેમિકાનું મહત્વ સમજાઈ જાય છે.
શું કરશો? પહેલી વાત તો એ કે પ્રેમિકાની આ વાત સાંભળ્યા પછી તમારે બ્રેકઅપ કરવાની કોઈ જ જરૂર નથી. તેની સાથે બેસીને શાંતીથી વાત કરો. તે પણ તમને છોડીને નથી જવા માંગતી. તે માત્ર તમારી પાસેથી માફીના બે બોલ સાંભળવા માંગે છે અને આવી ભૂલ ફરી ન કરો તેટલું જ ઈચ્છે છે.
No comments:
Post a Comment