Monday 16 May 2011

Health Tips in Gujrati

                     

        *** આંખમાં કયો લેન્સ ઉત્તમ રહેશે ***





જ્યારે નરી આંખે જોવું મુશ્કેલ બનેજે જુઓ તે ધૂંધળું દેખાય,આંખની કીકીમાં કંઈક સફેદ કે અન્ય રંગની કોઈક વસ્તુ જોવા મળે તો તે આંખનો મોતિયો હોઈ શકે છે. જો સત્વરે આપરેશન ન કરાવવામાં આવે તો હંમેશને માટે આંખે અંધાપો આવી શકે છે. મોતીયાનું ઉપરેશન કરાવતા પહેલાં ડર તો લાગતો જ હોય છે સાથે કયો લેન્સ (મણિ) મૂકાવવો તે પ્રશ્ન મનમાં રહે છે. જો કે આ ઓપરેશનથી ડરવાની કોઈ જરૃર નથી હવે વાત રહી તમારા લેન્સના પ્રશ્નની તો તેનો ઉત્તર આ રહ્યો.
આજે અનેકવિધ પ્રકારના લેન્સ મળે છે અને જુદી જુદી કંપનીઓ વિવિધ પ્રકારના લેન્સ બનાવે છે. એટલે આ પ્રકારની મૂંઝવણ થવી સ્વાભાવિક છે. આંખના દરેક ડોક્ટર માટે પણ પ્રત્યેક કંપનીના દરેકેદરેક પ્રકારના લેન્સની જાણકારી તથા અનુભવ હોવા મુશ્કેલ છે. તેથી લેન્સની પસંદગી કરતી વખતે મુખ્ય બે બાબત વિચારવી જોઈએ તે છે લેન્સનું મટીરિયલ અને લેન્સની ડિઝાઈન.
લેન્સનું મટીરિયલ : સામાન્ય રીતે લેન્સ એક્રિલિકસિલિકોનપીએમએમએ (પોલી મિથિલ મેટા એક્રિલેટ) અને રીમા જેવા અનેકવિધ મટીરિયલમાંથી બને છે. પીએમએમ લેન્સને વાળી શકાતો નથી એટલે એને માટે મોટો કાપ લેવો જરૃરી બને છે. બાકીના બીજા બધા લેન્સ વાળી શકાય (ફોલ્ડેબલ) એવા હોય છે અને તેથી આવા લેન્સ નાના છિદ્રમાંથી જઈ શકે છે. સિલિકોન લેન્સ ઘણાં વર્ષોથી વપરાશમાં છે અને સામાન્ય રીતે સારા હોય છે પરંતુ જે વ્યક્તિને ડાયાબિટીસ અથવા માયોપિયા હોય અને ભવિષ્યમાં રેટીનામાં કોઈક સર્જરીની જરૃર ઊભી થઈ શકે એમ હોય તો તેવી વ્યક્તિ માટે સિલિકોન લેન્સ કરતાં એક્રિલિક લેન્સ પસંદ કરવો વધુ હિતાવહ છે. એક્રિલિક લેન્સમાં બે પ્રકારનાં મટીરિયલ હોય છે. જેમાંથી એક છે એક્રિલિક હાઈડ્રો ફોબિક અને બીજું છે એક્રિલિક હાઈડ્રો ફિલિક. એક્રિલિક મટીરિયલ ધરાવતા લેન્સ છારી બાઝવાનું પ્રમાણ ઓછું કરે છે એવું અનેક લોકોનું માનવું છેપરંતુ છારી ન બાઝે તે માટે મટીરિયલ કરતાં પણ લેન્સની ડિઝાઈન મહત્ત્વનો ભાગ ભજવે છે. લેન્સની ડિઝાઈન પણ અનેક પ્રકારની હોય છે જેમ કેસ્ટાન્ડર્ડ મોનોફોકલ ફોલ્ડેબલ લેન્સમલ્ટિફોકલ અથવા બાયફોકલ લેન્સએસ્ટસ્ટેરિક લેન્સ,ટોરિક લેન્સપ્રીમિયમ લેન્સ. ફેકો ઈમલ્સીફિકેશનની પદ્ધતિથી મોતિયો કાઢયો હોય એવી વ્યક્તિ માટે ઓછામાં ઓછું કોલ્ડેબલ લેન્સ મૂકવો લાભદાયક હોય છે. આવા પ્રકારના લેન્સમાં સામાન્યપણે જરૃરી એવી બધી જ સગવડ હોય છે. આ પ્રકારના લેન્સ અલ્ટ્રાવાયોલેટ રે (પારજાંબલી કિરણો) પડદા સુધી પહોંચતા અટકાવી શકે છે.
છારીનું પ્રમાણ ઓછું કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ નાના છિદ્રમાંથી આંખમાં જઈ શકે છે. આ પ્રકારના લેન્સથી દૂરના નંબર પહેરવાની જરૃરીયાત રહેતી નથીપરંતુ નજીકની તેમજ થોડા દૂરની દષ્ટિ માટે પણ ઓપરેશન પછી ચશ્માં પહેરવાં જરૃરી બને છે.
મલ્ટિફોકલ - બાયફોકલ : આ લેન્સ મૂકવામાં આવે તો દર્દી દૂર તેમજ નજીકની દરેક વસ્તુ વગર ચશ્માંએ જોઈ શકે છે.
કમ્પ્યૂટરના વપરાશ માટે નજીકની બારીક વસ્તુ જોવા માટેવાંચવા - લખવા માટે આ પ્રકારના લેન્સ ખૂબ જ ઉપયોગી થાય છે. શાળાના શિક્ષકોઓફિસમાં ટેબલવર્ક કરનારાબેન્ક વગેરેમાં કમ્પ્યૂટર પર કામ કરનારા જેમને પહેલેથી પ્લસ નંબર હોય એવી અનેક વ્યક્તિઓ માટે આ પ્રકારના લેન્સ લાભદાયક હોય છેપરંતુ આ લેન્સ જેમને બેસાડવામાં આવ્યા હોય એ લોકોને પ્રકાશનાં ચકરડાં અથવા પ્રકાશથી આંખ અંજાય એવી સામાન્ય તકલીફ રહે છે. જે વ્યક્તિને રાતના સમયે ડ્રાઈવિંગ કરવાનું હોય તેમને કોઈક વખત આવા લેન્સ માફક આવતા નથી. આવા પ્રકારના લેન્સ મૂક્યા પછી વ્યક્તિને લેન્સથી ટેવાઈ જતા થોડો સમય લાગે છે. ચશ્માંના નંબરમાં પણ જેમ પ્રોગ્રેસિવ ચશ્માં ફાવતા થોડો સમય લાગે તેમ આવા મલ્ટિફોકલ લેન્સની આદત પડતા થોડા દિવસો લાગતા હોય છેપરંતુ વ્યક્તિ એનાથી ટેવાઈ જાય તો આ બધા લેન્સ ખૂબ જ સારા પડે છે. નજીકની વસ્તુ જોવા માટે મલ્ટિફોકલ લેન્સની બદલે હવે નવા મોનોફોકલ એકોમોડેટિવ લેન્સ આવ્યા છે. તેમાં અંજાઈ જવું કે પ્રકાશ આવવો વગેરે જેવી તકલીફ રહેતી નથી અને દૃષ્ટિની ગુણવત્તા સારી રહે છેપરંતુ આવા લેન્સીસ ખૂબ જ ખર્ચાળ છે. આટલો ખર્ચ કર્યા પછી પણ નજીકની ખૂબ ઝીણી વસ્તુ જોવા માટે ચશ્માં વાપરવાં પડે છે.
એસ્ફેરિક લેન્સ : આ પ્રકારના લેન્સથી દૃષ્ટિની ગુણવત્તા વધે છેે અને થોડા ઝાંખા પ્રકાશમાં પણ બધું સચોટતાથી જોઈ શકે છે. આવા લેન્સ કોન્ટ્રાસ્ટ સેન્સિટિવીટી વધારે છે.તેથી રંગનો ભેદ સારી રીતે જોઈ શકાય છે. ઉંમરલાયક વ્યક્તિ માટે આ પ્રકારના લેન્સ ખૂબ જ ઉપયોગી થાય છે.
ટોરિક લેન્સ : જે વ્યક્તિને એકથી વધુ સિલિડ્રિકલ નંબર હોય તેમને માટે આ પ્રકારના લેન્સ વધુ સચોટ દૃષ્ટિ આપી શકે છે. રાત્રે ડ્રાઈવિંગ કરનાર વ્યક્તિ માટે આ પ્રકારના લેન્સ સારા હોય છે.
પ્રીમિયમ લેન્સ : આ લેન્સીસમાં એક કરતાં વધુ સગવડ હોય છે. આ પ્રકારના લેન્સ ફોલ્ડેબલ,મલ્ટિફોકલએસ્ફેરિક અને ટોરિક જેવી બધી જ સગવડ ધરાવે છે.
આજે ઘણી બધી જાતના નેત્રમણી (લેન્સીસ) ઉપલબ્ધ છે. કોઈક નેત્રમણી ફોલ્ડેબલ (વાળી શકાય તેવા) તો કોઈક નેત્રમણી મલ્ટિફોકલ (દૂર તથા નજીકનું જોઈ શકાય તેવા) હોય છે. નેત્રમણી જુદા જુદા રાસાયણિક પદાર્થોમાંથી બનાવી શકાય છે. અને દરેક રાસાયણિક પદાર્થના લાભ હોય છે. જુદા જુદા નેત્રમણીમાં અલગ અલગ ખાસિયત (હ્લટ્વષ્ઠૈઙ્મૈંઅ) હોય છે અને આ પ્રમાણે એની કિંમતમાં પણ ફરક હોય છે.
ઓપરેશન પહેલાં કરાવાતી તપાસ?
૧. મીઠી પેશાબ માટેની તપાસ. ડાયાબિટીશનો કંટ્રોલ કરીને પછી મોતિયાનું ઓપરેશન થાય છે.
૨. પેશાબમાં પસ છે કે નહીં તેની તપાસ.
૩. સી.બી.સી.
૪. બ્લડપ્રેશર અને ર્કાિડયાગ્રામ (જરૃર હોય તે પેશન્ટ માટે)
૫. કલ્ચર સ્વોબ - આખમાં રહેલા જંતુઓની તપાસ. (જરૃર હોય ત્યારે)
૬. આંખની સોનોગ્રાફી જેનાથી અંદર મૂકવાના લેન્સનો પાવર નક્કી કરી શકાય.
તેમ છતાં આ બધી તપાસનો આધાર કેટલેક અંશે દર્દીની આંખની સ્થિતિ તથા ડોક્ટરના વ્યક્તિગત વિચારો ઉપર આધારિત રાખે છે.
મોતીયાના ઓપરેશન માટે બેભાન કરવાની જરૃર પડે?
સામાન્ય રીતે આ ઓપરેશન આંખની આજુબાજુના ભાગમાં ઈંજેક્શન (પેરીબલ્બર બ્લોક) આપીને કરી શકાય છે. અગર તો ફક્ત આંખમાં બહેર મારવાનાં ટીપાં નાંખીને પણ કરી શકાય છે.

(KUMBHANI DINESH)

No comments:

Post a Comment